અરવલ્લી : જિલ્લા કલેક્ટરની શાળામાં ઓચિંતી મુલાકાત, બાળકો સાથે મધ્યાહન ભોજનની માણી લિજ્જત

New Update
અરવલ્લી : જિલ્લા કલેક્ટરની શાળામાં ઓચિંતી મુલાકાત, બાળકો સાથે મધ્યાહન ભોજનની માણી લિજ્જત

અરવલ્લી જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકર હાલ જિલ્લાની સિસ્ટમને વ્યવસ્થિત કરી વિવિધ બદલાવ લાવવા માટે સરકારી કચેરીઓ તેમજ શાળાઓની મુલાકાત કરી રહ્યા છે.

જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકર અચાનક સાઠંબાની સરકારી પ્રાથમિક શાળા નં. ૨ની ઓચિંતી મુલાકાતે પહોંચી ગયા હતા, જ્યાં તેમણે મધ્યાહન ભોજન અંગે ચકાસણી કરી હતી. જિલ્લા કલેક્ટર શાળામાં મધ્યાહન ભોજન સમયે જ પહોંચી ગયા હતા. બાળકોને શાળામાં મળતા ભોજન અંગે બાળકો સાથે સહજ ભાવે ચર્ચા પણ કરી હતી. બાળકોને મધ્યાહન ભોજનમાં શું શું મળે છે અને ભોજન કેવું મળે છે, તે અંગે જિલ્લા કલેક્ટરે પૂછપરછ કરી હતી. જ્યારે કલેક્ટર સાઠંબાની સ્કૂલમાં ઓચિંતી મુલાકાતે પહોંચી ગયા હતા જ્યાં બાળકો માટે તૈયાર બનાવેલ પુલાવની તેઓએ લિજ્જત માણી હતી. શાળાના બાળકો સાથે જ અરવલ્લી જિલ્લા કલેક્ટર સાદગીથી ભોજન જમ્યા હતા.

Latest Stories