/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/maxresdefault-225.jpg)
અરવલ્લી જિલ્લાની બાયડ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે, ત્યારે પેટા ચૂંટણીને લઇને મતદારોમાં વહેલી સવારથી જ તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મતદાન કરવા માટે મહિલાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
બાયડ બેઠક પર ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલાએ તેમના વતન ધરમડીવાંટા ખાતે જયારે કોંગ્રેસના ઉમેદવાર જશુ પટેલે તેમના વતન માલપુર તાલુકાના હેલોદર ગામે મતદાન કર્યું હતું. પેટા ચૂંટણીને લઇને મતદારો વહેલી સવારથી જ તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવી પહોંચ્યા હતા. બાયડ વિધાનસભામાં કુલ ૨.૩૧.૦૦૦ જેટલા મતદારો છે, જેમાં ૧.૧૮.૮૧૭ પુરૂષ મતદારો જ્યારે ૧.૧૨.૨૮૬ મહિલા મતદારોની સંખ્યા છે. મતદાનને લઇને જિલ્લામાં કુલ ૩૧૭ મતદાન મથકો છે, જે માટે કુલ ૩૭૮ બેલેટ યુનિટ તેમજ ૪૦૮ વીવીપેટ મશિનની ફાળવણી કરાઈ છે. મતદાન માટે કુલ ૧૭૦૦ કરતા વધારે કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. બાયડ વિધાનસભાની પેટા ચૂંટણીમાં મતદાન માટે મહિલાઓની સંખ્યા વધારે જોવા મળી હતી.