Connect Gujarat
ગુજરાત

અરવલ્લી: મોડાસામાં વર્ચસ્વ માટે ખેલાયો જંગ, જુઓ કોની વચ્ચે થઇ લડાઇ

અરવલ્લી: મોડાસામાં વર્ચસ્વ માટે ખેલાયો જંગ, જુઓ કોની વચ્ચે થઇ લડાઇ
X

અરવલ્લી જિલ્લાના મોડાસામાં વર્ચસ્વ જમાવવા માટે બે કપિરાજો વચ્ચે જંગ થયો હતો. શહેરના મુખ્યમાર્ગ ઉપર બે કપિરાજોએ 30 મિનિટ સુધી ધમાચકડી મચાવતાં વાહનચાલકો અને રાહદારીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આજકાલ સત્તા માટે સર્વત્ર જંગ જોવા મળી રહ્યો છે, ત્યારે બે કપિરાજના જંગનો વીડિયો સામે આવ્યો છે. અરવલ્લી જિલ્લાના મોડાસામાં બે કપિરાજ વર્ચસ્વ જમાવવા માટે બાખડી પડ્યા હતાં. કપિરાજોની લડાઇનો વિડીયો હાલ વાઇરલ થઇ રહ્યો છે. જેમાં જોઇ શકાય છે કે, રસ્તાની બરોબર વચ્ચે બે કપિરાજ ખરાખરીના જંગ માટે તૈયાર છે, જેને આસપાસના લોકો પણ જોઇ રહ્યા હતાં. જે જગ્યાએ જંગ જામી હતી, તેની બરાબર સામે જં પોલીસ ચોકી પણ હતી. પણ પોલિસ આમાં કશુ કરી શકે તેમ ન હતી. વાહનચાલકો પણ કપિરાજની નજીકથી ભય સાથે પસાર થયાં હતાં. 30 મિનિટ સુધી ધમાચકડી મચાવી બન્ને કપિરાજો રસ્તા પરથી રવાના થઇ ગયાં હતાં.

Next Story