અરવલ્લી : શિક્ષિકાનો “પ્રજ્ઞા રથ”, બાળકોને ઘર આંગણે આપે છે શિક્ષણ

0

કોરોના મહામારીમાં ઘણું બધુ બદલાયું છે. શાળાઓ બંધ રહેતા શિક્ષણ કાર્ય બદલાયું છે, ઓફિસ કાર્ય બદલાયું છે સાથે જીવનશૈલીમાં પણ ઘણો બદલાવ આવી ગયો છે. આ વચ્ચે ઓનલાઈન શિક્ષણની પણ પધ્ધતિ શાળા સંચાલકો અપનાવી રહ્યા છે. પરંતુ અરવલ્લી જિલ્લાના માલપુરના શિક્ષકોએ નવી અભ્યાસની નવી રીત અપનાવી છે. જે બાળકોને પણ ઘણી પસંદ આવી રહી છે.

કોરોના મહામારી વચ્ચે દુનિયા થંભી ગઈ હોય તેવી પરિસ્થિતી નિર્માણ પામી હતી. જો કે સમયની સાથે જનજીવન પૂર્વરત થઈ રહ્યું છે. ભારતમાં પણ જીવનશૈલીમાં બદલાવ સાથે લોકો રાબેતા મુજબ થયા છે. દરેક વસ્તુ શરૂ થઈ ચૂકી છે પરંતુ હજુ સુધી શાળાઓ ખોલવામાં નથી આવી. શિક્ષકોના કાર્ય પર રોક લાગતાં શિક્ષકોમાં કૈંક નવું કરવાની જિજ્ઞાશા અને તક સાંપડી છે. જેનો કેટલાક શિક્ષકો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. જે વિદ્યાર્થીઓ માટે પણ લાભદાયી છે. આવું જ બીડું અરવલ્લીના માલપુરમાં ક્લસ્ટર રિસોર્સ કોઓર્ડિનેટર તરીકે ફરજ બજાવતા લીલા બહેનએ ઉપાડયું છે. કઇંક વિશેષ કરવાના હેતુથી અભ્યાસ પહોંચાડવા લીલા બહેન બાળકોના આંગણા સુધી જાય છે. લીલાબહેન વિઝીટ ડાયરી મુજબ અંતરિયાળ વિસ્તારમાં રહેતા બાળકોના ઘરે કાર લઇને પહોંચી જાય છે, અને બાળકોને અભ્યાસ કરાવી ઘર આંગણે શાળા જેવુ વાતાવરણ પુરૂ પાડે છે. શિક્ષિકા રોજ સવારે પોતાની કારમાં પ્રજ્ઞા કિટ લઇ માલપુરના સાતરડા સહિતના જુદા જુદા વિસ્તારોમાં જઇ બાળકોને વિવિધ પ્રવૃતિઓ દ્રારા અભ્યાસ કરાવે છે. પોતાના કર્મ પ્રત્યેની નિષ્ઠાને લઇ તેમણે પોતાના કોઠાસુઝથી બાળકોને સરળ રીતે સમજાવીને અભ્યાસ કરાવી શકાય તે માટે એક કીટ તૈયાર કરી છે. જેમાં બળકો માટેની વિવિઘ વસ્તુઓ સાથે પેન્સીલ, રબર, શાર્પનર, નોટબુક વિગેર હોય છે.

લીલાબેનનું માનવું છે કે, કોઇ પણ કાર્ય પ્રત્યે સમર્પણ અને અવિરત પ્રતિબદ્ધતાનો ભાવ હોય તો જ તે કાર્યને ન્યાય આપી શકાય છે. જેથી કોરોનાના સમયમાં જ્યારે કામચલાઉ શાળાઓ શરૂ કરવાની વાત સામે આવી ત્યારે તેઓએ માત્ર પંદર દિવસમાં પ્રજ્ઞા કીટ તૈયાર કરી હતી. લીલાબેન પ્રવૃતિ દ્રારા જ્ઞાન એટલે કે પ્રજ્ઞા કાર્યમાં નિષ્ણાંત છે અને રાજ્યકક્ષાના તજજ્ઞ છે. તેઓ ને હમંશા કંઇક નવુ કરવાનો શોખ છે. લીલાબેનના આ કાર્યથી બાળકોમાં પણ ઉત્સાહ રહે છે.

સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકો ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા હોય છે. ત્યારે વાલીઓ તેમના બાળકોના અભ્યાસ પ્રત્યે જાગૃત હોતા નથી ત્યારે “એક શિક્ષક સો માતાની ગરજ સારી શકે છે “ તે ઉક્તિને લીલાબેન સાર્થક કરી રહ્યા છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here