અરવલ્લી : મેઘરજમાં પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમીની ઝાડ સાથે બાંધી ધોલાઇ

New Update
અરવલ્લી : મેઘરજમાં પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમીની ઝાડ સાથે બાંધી ધોલાઇ

અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં યુવકને ઝાડ સાથે બાંધી દઇ માર મારવાનો વીડિયો વાઇરલ થયો છે.

મેઘરજ તાલુકાના ગામમાં યુવક-યુવતીની આંખ મળી જતા પ્રેમ સંબંધ બંધાયો હતો ત્યારબાદ પ્રેમમાં પાગલ બનેલ યુવક યુવતીના ઘરે બાઈક લઈ મળવા પહોંચતા પરિવારજનોએ યુવકને ઝડપી પાડ્યો. યુવકને ઝડપી પાડી ગ્રામજનોએ તેને ઝાડ સાથે રસ્સીથી બાંધી દીધો હતો.થોડા સમય પછી રસ્સી થી બાંધેલી હાલતમાં યુવતીના પરિવારજનો અને ગ્રામજનો યુવકને ગામ બહાર મુકવા જતા હોવાનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાઈરલ થતા ચકચાર મચી હતી. આ પહેલા પણ ભિલોડા તાલુકાનો પ્રેમી પંખીડાનો વીડિયો વાઇરલ થયો હતો તેઓને પણ જૂતા ચપ્પલનો હાર પહેરાવી અપમાન કરવામાં આવ્યું હતું...

Latest Stories