અશોક ગેહલોતનું નિવેદન કદાચ દારૂ પીધેલી અવસ્થામાં હશે : પ્રદીપસિંહ જાડેજા

New Update
અશોક ગેહલોતનું નિવેદન કદાચ દારૂ પીધેલી અવસ્થામાં હશે : પ્રદીપસિંહ જાડેજા

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના ગુજરાતમાં દારૂ પિવાતો હોવાના નિવેદનને લઇને ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જેના પર એક બાદ એક પલટવારો પણ થઇ રહ્યા છે ત્યારે રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પણ અશોક ગેહલોતના નિવેદનને લઇને આક્ષેપ કર્યો છે.

તેમણે કહ્યું કે, અશોક ગેહલોતે પોતાનું નિવેદન દારૂ પીધેલી હાલતમાં આપ્યું હશે,, મહત્વનું છે કે, બાયડ વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપે વિજય પ્રાપ્ત કરવા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને વિશેષ જવાબદારી સોંપી છે, જેને લઇને ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા બાયડ ના ઇન્દ્રાણ ગામમાં આયોજિત શસ્ત્ર પૂજન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં અશોક ગેહલોતના ગુજરાતમાં દારૂ પિવાતો હોવાના નિવેદનને લઇને નિવેદન કર્યું હતું.

Latest Stories