નવી દિલ્હીમાં યોજાયેલા ભવ્ય સમારોહમાં પ્રોડક્ટિવિટી એડવોકેટ એવોર્ડ એનાયત

નવી દિલ્હીમાં યોજાયેલા ભવ્ય સમારોહમાં યુપીએલના એક્સીક્યુટીવ ડાયરેક્ટર સહિતની સંસ્થાઓ સાથે જોડાયેલા અશોક પંજવાણીને પ્રોડક્ટિવિટી એડવોકેટ’ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

પરસ્પર સહયોગ દ્વારા એશિયા-પેસિફિક ક્ષેત્રમાં ઉત્પાદકતા વધારવા માટે કાર્યરત આંતર-સરકારી સંસ્થા એશિયન પ્રોડક્ટિવિટી ઓર્ગેનાઇઝેશન (APO) દ્વારા વર્ષ 2025 ના પ્રતિષ્ઠિત નેશનલ એવોર્ડ‘ ની જાહેરાત કરવામાં આવી છે. આ એવોર્ડ અંતર્ગત ઉત્પાદકતા હિમાયતી‘ શ્રેણી હેઠળ અશોક પંજવાણી (ડાયરેક્ટરબીઇઆઈએલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડભરૂચ)ની પસંદગી કરવામાં આવી છેજે સમગ્ર દેશ અને ગુજરાત માટે અત્યંત ગર્વની વાત છે. 21 મે 2026 ના રોજ નવી દિલ્હી ખાતે યોજાયેલા એક ભવ્ય સમારોહમાં તેમને આ સર્વોચ્ચ સન્માન કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલના હસ્તે  એનાયત કરાયું હતું.

APO ની એવોર્ડ સમિતિએ અનેક પ્રતિષ્ઠિત નોમિનીઓમાંથી અશોક પંજવાણીની પસંદગી કરી છે.વેસ્ટ મેનેજમેન્ટ અને ટકાઉપણું (સસ્ટેનેબિલિટી) ક્ષેત્રે તેમના સમર્પિત પ્રદાનઉત્પાદકતા સુધારણા પહેલોનું નેતૃત્વવ્યૂહાત્મક વિચારસરણી અને નીતિ નિર્ધારણમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાનને આ એવોર્ડ દ્વારા માન્યતા આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે1961 માં સ્થપાયેલી APO સંસ્થામાં 21 દેશો સભ્યો છે અને તેનું મુખ્ય મથક ટોક્યો (જાપાન) ખાતે આવેલું છે. આ એવોર્ડ દર વર્ષે પોતાના સંગઠન અને તેનાથી આગળ ઉત્પાદકતા વધારવામાં અનુકરણીય પ્રદર્શન કરનારી વ્યક્તિગત પ્રતિભાઓને આપવામાં આવે છે.