સાબરકાંઠા: પ્રાંતિજ ના અમીનપુર ખાતે મગફળીનું બિયારણ નકલી નીકળતા ખેડૂતો રાત પાણીએ રોયા
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના અમીનપુર ખાતે મગફળી નુ બિયારણ નબળું નીકળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે અને બિયારણ , ખેડ , ખાતર , દવા , મજૂરી સહિતનો ખર્ચ પણ માથે પડ્યો છે. ગુજરાત, સમાચાર, Featured,
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના અમીનપુર ખાતે મગફળી નુ બિયારણ નબળું નીકળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે અને બિયારણ , ખેડ , ખાતર , દવા , મજૂરી સહિતનો ખર્ચ પણ માથે પડ્યો છે.
ખેડુતો દ્વારા બિયારણ જ્યાંથી ખરીદી કરેલ તે દુકાન ફાર્મકાર્ટ સીડ્સ ના વેપારીને જાણ કરી હતી.અને વેપારી ધવલ પટેલ ખેતરમાં તપાસ કરીને ખેડૂતને સંતોષકારક જવાબ આપ્યો નહોતો.અને ખેડૂતને તમારે જે થાય તે કરી લો મારૂ કોઈ કાંઈ નહીં બગાડી શકે તેવું ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું. ત્યારે હાલ તો ખેડૂતોને બિયારણ ,ખેડ ,દવા ,ખાતર મજૂરી સહિત નો ખર્ચ માથે પડયો છે અને અંદાજે એક ખેડૂત ને એક વિઘે રૂપિયા ૩૫,૦૦૦ થી વધુ નુ નુકસાન એટલે કે ૭૨ વિધામાં આઠેય ખેડૂતો ને કુલ રૂપિયા ૨૪ લાખ થી વધુ નુ નુકસાન થયુ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.ખેડૂતોને નકલી બિયારણ પધરાવનાર વેપારી સામે ખેડૂતોએ ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત કરવાની તજવીજ હાથ ધરી હતી.
