બોડેલી : પતિએ પત્ની તથા દોઢ વર્ષીય બાળકને કેનાલમાં ફેંકી દીધાં

New Update
બોડેલી :  પતિએ પત્ની તથા દોઢ વર્ષીય બાળકને કેનાલમાં ફેંકી દીધાં

પતિ અને પત્ની વચ્ચેના ઝગડામાં કયારેક સંતાનોનો ભોગ લેવાઇ જતો હોય છે અને આવો જ કિસ્સો બોડેલી તાલુકાના ભોરદા ગામે બન્યો છે. પત્ની અને પુત્ર સાથે બાઇક પર જઇ રહેલા પતિને પત્ની સાથે કોઇ બાબતે ઝગડો થયો હતો અને તેણે બાઇક ઉભી રાખી પત્ની અને પુત્રને કેનાલના ધસમસતા પાણીમાં નાંખી દઇ હેવાનિયતની તમામ હદો વટાવી દીધી હતી.

બોડેલી તાલુકાના ભોરદા ગામના ગુલાબસિંહના લગ્ન વાઘોડિયા તાલુકાના જ્યાબેન સાથે થયા હતાં. લગ્નજીવન દરમિયાન તેમનને બે પુત્રોનો જન્મ થયો હતો જેમાં 13 વર્ષના સિદ્ધરાજ અને દોઢ વર્ષના દક્ષરાજનો સમાવેશ થવા જાય છે. 16મીના રોજ ગુલાબસિંહ તેની પત્ની અને દોઢ વર્ષીય દક્ષરાજ સાથે બાઇક પર રાજપુર ગામે તેમની સાસરીમાં જવા માટે નીકળ્યાં હતાં. બાઇક પર જતી વેળા પતિ અને પત્ની વચ્ચે કોઇ બાબતે ઝગડો થયો હતો. ઝગડા દરમિયાન ગુલાબસિંહ એટલો બધો ઉશ્કેરાય ગયો કે તેણે બાઇક અલ્હાદપુર નજીક નર્મદા કેનાલ પાસે ઉભી રાખી હતી. તેણે પત્ની જયા અને પુત્ર દક્ષરાજને કેનાલના ધસમસતા પ્રવાહમાં ધકકો મારી દીધો હતો. બીજી તરફ પરિવાર સાસરીમાં નહિ પહોંચતા પરિવારજનોને કઇ અજુતગુ બન્યાની શંકા ઉપજી હતી. પરિવારે માતા અને પુત્રની શોધખોળ શરૂ કરી હતી . આખરે ગુલાબસિંહે પોતે કરેલા ગુનાની કબુલાત કરી નાસી છુટયો હતો. બે દિવસની શોધખોળના અંતે શરણેજ ગામ નજીકથી જયાબેનનો મૃતદેહ મળી આવ્યો હતો જયારે હજી સુધી દક્ષરાજનો કોઇ પત્તો લાગ્યો નથી. પોલીસે ગુલાબસિંહને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories