-
કાળઝાળ ગરમી વચ્ચે વન વિભાગ દ્વારા સરાહનીય કામગીરી
-
બળબળતા તાપમાં વન્યજીવોની તરસ છિપાવવા ભગીરથ પ્રયાસ
-
જાશોર રીંછ અભયારણ્ય-જંગલ વિસ્તારમાં વિશેષ વ્યવસ્થાઓ
-
વન વિભાગ દ્વારા કૃત્રિમ પાણીના અવાડા ઊભા કરવામાં આવ્યા
-
વન્યજીવો કાળઝાળ ગરમીમાં સુરક્ષિત રહે તે માટે સતત મોનિટરિંગ
કાળઝાળ ગરમી વચ્ચે વન્યજીવોને પીવાનું પાણી સરળતાથી મળી રહે તે માટે જાશોર રીંછ અભયારણ્ય સહિતના જંગલ વિસ્તારમાં વન વિભાગ દ્વારા વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢના જંગલોમાં કાળઝાળ ગરમી વચ્ચે વન વિભાગ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે, જ્યાં બળબળતા તાપમાં વન્યજીવોની તરસ છિપાવવા ભગીરથ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. જાશોર રીંછ અભયારણ્ય અને નોર્મલ રેન્જ વિસ્તારમાં વન વિભાગ દ્વારા કૃત્રિમ પાણીના અવાડા ઊભા કરાયા છે. રીંછ, દીપડા અને નીલગાય જેવા વન્ય પ્રાણીઓને પાણી માટે ભટકવું ન પડે તે માટે આયોજનબદ્ધ વ્યવસ્થા કરાય છે. વન વિભાગ દ્વારા ટેન્કર અને પવનચક્કીની મદદથી જંગલના અંતરિયાળ વિસ્તારોમાં આવેલા પોઈન્ટ્સમાં નિયમિત પાણી ભરવામાં આવી રહ્યું છે. રીંછ દીપડો અને અન્ય વન્યજીવો અવાડાઓમાં પોતાની તરસ છિપાવતા કેમેરામાં કેદ થયા હતા. એટલું જ નહીં, વન્યજીવો કાળઝાળ ગરમીમાં સુરક્ષિત રહે તે માટે સતત મોનિટરિંગ કરાઈ રહ્યું છે.
