ભાગલપુર કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પ્રવીણ સિંહ કુશવાહનું એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર તેઓ દિલ્હીથી પટના પરત ફરી રહ્યા હતા. ઉત્તર પ્રદેશના કન્નૌજમાં કાર ડિવાઈડર સાથે અથડાઈ જતાં અકસ્માત સર્જાયો હતો.
સ્થાનિક રહેવાસીઓ અને પોલીસની મદદથી, ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોકટરોએ પ્રવીણ સિંહ કુશવાહને મૃત જાહેર કર્યા. અકસ્માતમાં તેમના ભાભી, ભત્રીજા અને ડ્રાઈવર ગંભીર રીતે ઘાયલ થયા હતા.
ઘાયલોને તિર્વા મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમાંથી બેની હાલત ગંભીર હોવાથી તેમને લખનૌ રિફર કરવામાં આવ્યા છે. શુક્રવારે બપોરે 12:30 વાગ્યે કન્નૌજના તાલગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક્સપ્રેસ વે પર આ અકસ્માત સર્જાયો હતો.
કોંગ્રેસ નેતા પ્રવીણ સિંહ કુશવાહના માર્ગ અકસ્માતમાં મૃત્યુ અંગે, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “સંગઠન પ્રત્યેની તેમની વફાદારી અને જાહેર સેવા પ્રત્યેનું તેમનું સમર્પણ હંમેશા યાદ રહેશે.”
