/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/09/fa15ee99-6ccb-428b-894a-da704d4228aa.jpg)
જામનગરમાં વિવિધ વિસ્તારોમાં વેપારીઓએ સ્વયંભૂ પોતાની દુકાનો બંધ રાખી આપ્યું સમર્થન
એસસી/એસટી એક્ટમાં કેન્દ્ર સરકારે સંશોધન રજૂકરતાં તેની વિરુદ્ધ આજે સવર્ણ સમુદાયે ભારત બંધનું એલાન આપ્યું છે. જેમાં જામનગરનાં વેપારીઓ પણ જોડાયા હતા. પોતાની દુકાનો બંધ રાખી બંધમાં સમર્થન આપ્યું હતું. બાદમાં જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી કેન્દ્ર સરકારની નીતિનો વિરોધ નોંધાવશે.
સવર્ણ સમાજ દ્વારા રાષ્ટ્ર વ્યાપી બંધના એલાનને જામનગરના વેપારીઓ દ્વારા ટેકો જાહેર કરવામાં આવ્યો છે. અને સ્વયુંભુ પોતાના ધંધામાં બંધ રાખી આંદોલનમાં જોડાયા છે. જામનગરના રાજ ચેમ્બર, ખોડિયાર કોલોની અને ક્રિસ્ટલ મોલ વિસ્તારની દુકાનો સજ્જડ બંધ રહી છે. સવર્ણ સમાજના લોકો બેનરો સાથે એકઠા થઇ દુકાનદારોને બંધમાં સામેલ થવા અપીલ કરી રહ્યા છે.
સાવચેતીના ભાગ રૂપે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઉતારી દેવામાં આવ્યો છે. વિવધ સમાજના આગેવાનો બપોરે રેલી સ્વરૂપે જીલ્લા કલેકટર પાસે પહોંચી આ સંદર્ભે આવેદનપત્ર પાઠવી કેન્દ્ર સરકારની નીતિ સામે પોતાનો વિરોધ દર્શાવશે.