/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/31172707/aaa.jpg)
ભરૂચ જિલ્લાના ઝઘડીયા પોલીસ મથક હદ્દ વિસ્તારના અસનાવી ગામ નજીક માર્ગ પર ઊભેલી ટ્રક પાછળ બાઇકચાલક ધડાકાભેર ભટકાયો હતો. અકસ્માતના પગલે બાઇકચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું.
મળતી માહિતી અનુસાર, ગુરુવારની વહેલી સવારે નેત્રંગ તાલુકાના વણખુંટા ગામનો રાજકુમાર વસાવા તેમજ નિલેશ વસાવા નામનો યુવાન મોટરસાયકલ લઇને નોકરીએ જવા નીકળ્યો હતો, ત્યારે અસનાવી ગામ નજીક અંધારામાં બંધ પડેલી ટ્રકના ચાલકે ટ્રકની પાર્કિંગ લાઇટ ચાલુ રાખ્યા વિના તેમજ રસ્તા ઉપર કોઇ આડ મુક્યા વિના માર્ગ પર જ ટ્રક ઊભી રાખી હતી. જેના કારણે બાઇકચાલક યુવાનને રસ્તા ઉપર ઊભેલી ટ્રક સ્પષ્ટ નહીં દેખાતા ટ્રકની પાછળ ધડાકાભેર ભટકાયો હતો. અકસ્માતના પગલે રાજકુમારનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજયું હતુ, જ્યારે પાછળ બેસેલા યુવાન નિલેશ વસાવાને ઇજાઓ પહોચી હતી. સમગ્ર મામલે મૃતકના પિતા રણછોડ વસાવાએ ઝઘડીયા પોલીસ મથકે ફરિયાદ લખાવતા પોલીસે પાર્કિંગ લાઇટ ચાલુ કર્યા વિના કે, કોઇ આડ મુક્યા વિના ટ્રક પાર્ક કરનાર ટ્રકચાલક વિરુધ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
/connect-gujarat/media/media_files/2025/08/16/scss-2025-08-16-21-54-57.jpg)