ભરૂચ: નેત્રંગના કંબોડીયા કાર અકસ્માતમાં 4 લોકોના મોત એક ઘાયલ

New Update
ભરૂચ: નેત્રંગના કંબોડીયા કાર અકસ્માતમાં 4 લોકોના મોત એક ઘાયલ

ભરૂચ જીલ્લાનાં નેત્રંગ પોલીસ મથક વિસ્તારમાં આવતા ઝંખવાવથી માંડવી જવાના માર્ગ પર ગતરોજ રાત્રિનાં સમયે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં સ્કોર્પિયોનાં ચાલકે બેફિકરાઈથી વાહન ચલાવતા સ્કોર્પિયો ઝાડ સાથે અથડાઇ પલટી ખાઈ ગઈ હતી. પરિણામે 4 વ્યક્તિઓનાં મોત નીપજયાં હતા. જેમાં 3 મહિલાઓનો સમાવેશ થાય છે.

publive-image

આ અંગે વિગતે જોતાં નેત્રંગ પોલીસનાં જણાવ્યા અનુસાર અને ફરિયાદી મહેન્દ્રભાઈ મોતીભાઈ વસાવા રહે. ઝરણાવાડીની પોલીસ ફરિયાદ મુજબ સ્કોર્પિયોનાં ડ્રાઈવર અને આ બનાવમાં ઇજા પામેલ ગણેશ નટવરભાઈ વસાવાએ સ્કોર્પિયો કાર બેફિકરાઈથી હાંકતા સ્કોર્પિયો ઝંખવાવ અને માંડવી જવાના માર્ગ પર આવેલ કંબોડિયા નજીક ઝાડ સાથે અથડાતા તે પલટી ખાઈ ગઈ હતી. પરિણામે નિર્મળાબેન લક્ષ્મણભાઈ વસાવા ઉં.26 રહે.ઝરણાવાડી, બાજુબેન ગણેશભાઈ વસાવા ઉં.30 રહે.ઝરણાવાડી, નીતાબેન સતિષભાઇ વસાવા ઉં.35 રહે.ભીલવાડા માંગરોળ, સુરત, રાકેશભાઈ રામજીભાઇ વસાવા રહે. ભિલવાડાને ગંભીર ઇજા પહોંચતા તેમના મોત નીપજયા હતા. મોત નીપજેલ વ્યક્તિઓની પોસ્ટમોર્ટમની કાર્યવાહીને PSC 1 ખાતે કરવામાં આવી હતી. આ બનાવ અંગે નેત્રંગ પોલીસ તપાસ કરી રહી છે.

Latest Stories