-
ભરૂચના વેજલપુર વિસ્તારનો બનાવ
-
વાહનોમાં આગચંપીનો બનાવ
-
5 વાહનોમાં આગ લગાવાય
-
રાજકીય અદાવત હોવાની ચર્ચા
-
પોલીસે તપાસ શરૂ કરી
ભરૂચના વેજલપુરના ગામડિયાવાડ અને વાણિયાવાડ વિસ્તારમાં મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ પાર્ક કરેલા વાહનોને નિશાન બનાવી આગચંપી કરી ફરાર થઇ ગયા હતા
ભરૂચમાં ચૂંટણીના માહોલ વચ્ચે અશાંતિ ફેલાવતી મોટી ઘટના સામે આવી છે. વેજલપુર વિસ્તારમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે. મોડી રાત્રિના આશરે ૧:૪૫ થી ૨:૦૦ વાગ્યાના સમયગાળા દરમિયાન ૪ બાઈક અને ૧ રિક્ષાને આગ ચાંપી દેવામાં આવી હતી.આગ લાગતા જ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકો ઊંઘમાંથી જાગીને બહાર દોડી આવ્યા હતા પરંતુ ત્યા સુધીમાં વાહનો બળીને ખાખ થઈ ગયા હતા.પોલીસ તંત્ર દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરવામાં આવી છે અને આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.ચૂંટણીના માહોલ વચ્ચે રાજકીય અદાવતે આગચંપી કરવામાં આવી હોવાની ચર્ચા ચાલી રહી છે જો કે પોલીસે તપાસ શરૂ કરી છે.
