ભરૂચ : આમોદના વાસણા ગામમાં 13 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના સામે આવી

New Update
ભરૂચ : આમોદના વાસણા ગામમાં 13 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના સામે આવી

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના વાસણા ગામમાં 13 વર્ષ અને 11 મહિનાની સગીર બાળકી ઉપર દુષ્કર્મ આચરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

છેલ્લા થોડાક સમયથી તો બળાત્કાર જાણે નાનો ગુનો બની ગયો હોય તેમ લાગી રહ્યું છે દિવસે ને દિવસે બળાત્કાર ની ઘટનાઓ બનતી રહે છે અને હાલમાં પણ વાસણા આમે આવી ઘટના સામે આવી છે. આરોપી વાસણા ગામનો મહેશભાઈ રમણ ભાઈ પગી હાલ રહે વાસણા અને મૂળ કહાનવા ગામના રહેવાસી અને તેઓ બાળકીના ઘરે મજૂરી કરતો હતો, અને બાળકીને ધાક ધમકી આપી લગ્ન કરવાની લાલચ આપી બાળકી ઉપર દુષ્કર્મ આચરતો હતો. જેથી બાળકીને ગર્ભ રહ્યો હોવાનું સામે આવ્યું છે.

જ્યારે બાળકીની ઉં.મર 13 વર્ષ 11 માસ છે જ્યારે બાળકીના પેટમાં દુખાવો થતાં પરિવાર સહિત તેઓ હોસ્પિટલમાં લઈ ગયા હતા. તે દરમિયાન ડૉક્ટરએ જણાવ્યું કે બાળકી ગર્ભવતી હાલતમાં છે. તો પરિવારને સમગ્ર ઘટનાની જાણ થતાં તેઓ આમોદ પોલીસ સ્ટેશનમાં આવી ફરિયાદ નોંધાવી હતી. આમોદ પોલીસે પોસ્કો એકટ મુજબનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી.