ભરૂચ : રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચ પોલીસ દ્વારા પરેડનું આયોજન કરાયું

ભરૂચ : રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચ પોલીસ દ્વારા પરેડનું આયોજન કરાયું
New Update

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે રાજ્યના પોલીસ વિભાગ દ્વારા આ અવસરે દેશની અખંડતા અને સુરક્ષા માટેના શપથ લઈ પરેડનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.

publive-image

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીને 'એકતા દિવસ' તરીકે ઉજવવાની જાહેરાત કરી છે. જેના ભાગરૂપે ભરૂચ પોલીસે શહેરના મધ્યમાં આવેલ હોસ્ટેલ ખાતે ફરજ દરમ્યાન રાષ્ટ્રની એકતા, અખંડતા અને સુરક્ષાને કાયમ બનાવી રાખવા માટે સ્વયંને સમર્પિત કરવાના શપથ લીધા હતા. તો સાથે જ શહેરના મુખ્ય માર્ગો પર પોલીસ દ્વારા સુંદર પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરેડ ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડથી નીકળી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી.

#Bharuch #Bharuch Police #Sardar patel Janmjayanti #National Unity Day #Rashtriy Ekta Divas #Bharich News
Here are a few more articles:
Read the Next Article