-
ભરૂચમાં વહેલી સવારે બન્યો બનાવ
-
ટ્રક કસક ગરનાળાની એંગલ સાથે ભટકાય
-
એંગલ તોડી પાડવામાં આવી
-
મોટી દુર્ઘટના અટકી
-
વારંવાર સર્જાય છે આવી ઘટના
ભરૂચ: બેફામ દોડતી ટ્રકના ચાલકે કસક ગરનાળાની એંગલ તોડી, મોટી દુર્ઘટના અટકી !
ભરૂચના કસરનાળા વિસ્તારમાં બેફામ ટ્રક ચાલકે ગરનાળામાં ભારે વાહનોના પ્રવેશને અટકાવવા માટે લગાવવામાં આવેલી એંગલને તોડી પાડતાં દોડધામ મચી જવા પામી હતી સમાચાર
ભરૂચના કસરનાળા વિસ્તારમાં બેફામ ટ્રક ચાલકે ગરનાળામાં ભારે વાહનોના પ્રવેશને અટકાવવા માટે લગાવવામાં આવેલી એંગલને તોડી પાડતાં દોડધામ મચી જવા પામી હતી
ભરૂચ શહેરના કસક ગરનાળા વિસ્તારમાં વહેલી સવારે એક બેફામ ટ્રક ચાલકે ભારે વાહનોના પ્રવેશને અટકાવવા માટે લગાવવામાં આવેલી એંગલને તોડી પાડી હતી. ટ્રક ચાલક કસક ગરનાળા તરફના માર્ગ પર ધસી ગયો હતો જેના પરિણામે સુરક્ષા માટે લગાવેલી એંગલને ભારે નુકસાન થયું હતું. ઘટના વહેલી સવારની હોવાથી તે સમયે માર્ગ પર વાહનવ્યવહાર નહોતો, જેના કારણે કોઈ વ્યક્તિને ઇજા પહોંચી નથી. જોકે, દિવસ દરમિયાન આ માર્ગ પર ભારે વાહનવ્યવહાર રહેતો હોવાથી જો આ અકસ્માત વ્યસ્ત સમયે બન્યો હોત તો મોટી જાનહાનિ થવાની સંભાવના હતી.આ ઉપરાંત ભાતરે ટ્રાફિકજામની પરિસ્થિતિનું પણ નિર્માણ થઇ શક્યું હોત.વારંવાર આ પ્રકારની ઘટનાઓ બનતા ભારે વાહનોમાં પ્રતિબંધની કડક અમલવારી કરવામાં આવે એવી માંગ ઉઠી રહી છે.
