• ભરૂચ આપનો કલેકટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન

  • ભારત-અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલનો વિરોધ

  • ડીલ ખેડૂતો-પશુપાલકો વિરોધી હોવાનો આક્ષેપ

ભરૂચ જિલ્લામાં અજમે પાર્ટી દ્વારા ભારત અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલના વિરોધમાં કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું. આમ આદમી પાર્ટી ભરૂચ દ્વારા અમેરિકા અને ભારત વચ્ચેની ટ્રેડ ડીલનો કડક વિરોધ નોંધાવવામાં આવ્યો છે. પાર્ટીએ આ મુદ્દે રાજ્યપાલને સંબોધીને કલેકટરને આવેદનપત્ર પાઠવી ટ્રેડ ડીલ રદ કરવાની માંગ કરી છે.
પાર્ટીના જણાવ્યા અનુસાર, આ ડીલ દેશના નાના વેપારીઓ, ખેડૂતો, પશુપાલકો અને ઉદ્યોગકારો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. ખાસ કરીને કૃષિ અને ડેરી ક્ષેત્ર પર તેની ગંભીર અસર થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
અમેરિકન કૃષિ અને ઔદ્યોગિક ઉત્પાદનોને ભારતીય બજારમાં શુલ્ક વિના પ્રવેશ મળશે અને ભારતીય ઉત્પાદનો પર અમેરિકામાં ડ્યુટી લાગુ રહેશે તો સ્થાનિક ઉત્પાદકો માટે સ્પર્ધા કરવી મુશ્કેલ બની શકે છે. આ અંગે આમ આદમી પાર્ટી દ્વારા ચીમકી ઉચ્ચારવામા આવી છે કે જો આ ડીલ રદ નહીં થાય તો પાર્ટી રાજ્યવ્યાપી કાર્યક્રમો અને જનજાગૃતિ અભિયાન ચલાવશે.