ભરૂચ : જંબુસરની જે.એમ.શાહ કોલેજ ખાતે ABVPના છાત્રોએ નોંધાવ્યો વિરોધ, જાણો શું હતું વિરોધ કરવાનું કારણ..!

0

ભરૂચ જિલ્લાના જંબુસર સ્થિત જે.એમ.શાહ સાયન્સ કોલેજ ખાતે ABVPના છાત્રો દ્વારા ફી માફી કરવા બાબતે આચાર્ય ઓફીસ બહાર સુત્રોચાર કરી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.

કોરોનાના કપરા કાળમાં શિક્ષણ ફી માફી મુદ્દે રાજ્યભરમાં વિદ્યાર્થી અને વાલીઓ દ્વારા સરકાર સામે અનેકો રજૂઆતો કરવામાં આવી છે, ત્યારે બુધવારના રોજ ભરૂચના જંબુસર શહેરમાં ABVPના છાત્રોએ જે.એમ.શાહ સાયન્સ કોલેજ ખાતે એકત્ર થઈ સુત્રોચાર કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. જોકે ફી માફી કરવા બાબતે ABVPના છાત્રોએ અગાઉ કોલેજના સંચાલકોને આવેદન પત્ર પાઠવ્યું હતું. તેમ છતાં આજદિન સુધી કોઈ યોગ્ય નિરાકરણ નહીં આવતા છાત્રો રોષે ભરાય હતા.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here