ભરૂચના આમોદ-કરજણ રોડ પરએક દુર્ઘટના સર્જાઈ હતી જેમાં બાઈક ઝાડ સાથે ભટકાતા એક યુવાનનું મોત નીપજ્યું છે અને એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.

મૃતકની ઓળખ જંબુસર તાલુકાના માલપુર ગામના રહેવાસી રાવલ રમેશભાઈ રઇજીભાઈ તરીકે થઈ છે. અકસ્માત એટલો ભયંકર હતો કે ઘટનાસ્થળે જ તેમનું મોત નીપજ્યું હતુ.બનાવની જાણ થતા આમોદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત વ્યક્તિને 108 એમ્બ્યુલન્સ મારફતે આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.આમોદ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.