ભરૂચ જિલ્લાના દયાદરા કેલોદ રોડ પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. કાર અને ટ્રક વચ્ચે થયેલા આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. જ્યારે કેટલાકને ગંભીર ઈજા પણ પહોંચી છે. અકસ્માતની ઘટનાને લઈને ચકચાર મચી જવા પામી હતી.

આ અંગે સામે આવેલી વિગતો અનુસાર આમોદના સુડી ગામના યુવાનોને અકસ્માત નડ્યો છે. અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ભરૂચ નોકરી પરથી પરત ફરતા હતા. તે સમયે કારમાં સવાર લોકોને કેલોદ પાસે અકસ્માત નડ્યો હતો.