ભરૂચ : ઝઘડીયા તાલુકાના મહુવાડા ગામનો નાસતો ફરતો આરોપી પેરોલ ફ્લો સ્કોડના પેટ્રોલિંગ દરમ્યાન ઝડપાયો

New Update
ભરૂચ : ઝઘડીયા તાલુકાના મહુવાડા ગામનો નાસતો ફરતો  આરોપી પેરોલ ફ્લો સ્કોડના પેટ્રોલિંગ દરમ્યાન ઝડપાયો

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના મહુવાડા ગામનો નાસતો ફરતો એક આરોપી પેરોલ ફ્લો સ્કોડના પેટ્રોલિંગ દરમ્યાન ઝડપાય ગયો હતો.

Advertisment

ઉચ્ચ પોલીસ અધિકારીઓ તરફથી મળેલ સૂચના અંતર્ગત જિલ્લાના તથા જિલ્લા બહારના નાસતા ફરતા તથા વોન્ટેડ આરોપીઓને શોધી કાઢવા માટે પીએસઆઇ બી.ડી.વાઘેલાના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ ફ્લો સ્કોડની ટીમ ઝઘડીયા તાલુકાના ઉમલ્લા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેઓને મળેલ બાતમીના આધારે ઝઘડીયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં મહુવાડાનો રહેવાસી અને નાસતો ફરતો આરોપી વિજય વસાવાને તા.

25મી મેના રોજ ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ કોરોના મહામારીને લઇને હસ્તગત કરેલ આરોપીનો કોવિડ ટેસ્ટ કરવવા તેમજ આગળની કાર્યવાહી કરવા ઉમલ્લા પોલીસને સોંપવામાં આવ્યો હતો. આ ઝડપાયેલ આરોપીના નામે ઉમલ્લા પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુનાઓ પણ નોંધાયેલા હોવાનુ પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યુ હતું.

Advertisment