New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/11/03173016/maxresdefault-27.jpg)
ભરૂચ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાં ઝડપી પાડવામાં આવેલાં 1.56 કરોડ રૂપિયાના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.
ગુજરાતમાં દારૂબંધીનો કાયદો હોવા છતાં દારૂની હેરાફેરી થતી રહે છે. ભરૂચ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં પ્રોહીબીશનના કાયદા હેઠળ કરોડો રૂપિયાનો દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. વિવિધ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવેલાં દારૂના જથ્થાનો નાશ કરવા માટે કોર્ટમાંથી મંજુરી માંગી હતી. કોર્ટની મંજુરી મળતાં ચાવજ નજીક 1.56 કરોડ રૂપિયાની દારૂની બોટલો પર રોલર ફેરવી દેવામાં આવ્યું હતું. દારૂના નાશની કામગીરી એસડીએમ સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.
Latest Stories