ભરૂચની શ્રવણ ચોકડી પર બે વાહનો વચ્ચે સામાન્ય ટક્કર થયા બાદ વાહનચાલકો વચ્ચે જાહેરમાં મારામારીની ઘટના સામે આવી છે. અકસ્માત બાદ બંને વાહનચાલકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં મામલો મારામારી સુધી પહોંચ્યો હતો

.ઘટનાને પગલે સ્થળ પર લોકોનાં ટોળાં એકઠાં થઈ ગયાં હતાં. જાહેરમાં થયેલી મારામારીના દ્રશ્યો કોઈએ પોતાના મોબાઇલમાં કેદ કરી લીધા હતા, જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.સામાન્ય અકસ્માત બાદ વાહનચાલકો વચ્ચે થયેલી મારામારીની આ ઘટનાને લઈને વિસ્તારમાં ચર્ચા જાગી છે સાથે જ ટ્રાફિક જામની પરિસ્થિતિનું પણ નિર્માણ થયું હતું