ભરૂચ : અંકલેશ્વર શહેર પોલીસે 2 રીઢા ચોરની કરી ધરપકડ, 25 મોબાઈલ અને 1 લેપટોપ કર્યું જપ્ત

New Update
ભરૂચ : અંકલેશ્વર શહેર પોલીસે 2 રીઢા ચોરની કરી ધરપકડ, 25 મોબાઈલ અને 1 લેપટોપ કર્યું જપ્ત

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં બે મોબાઈલ ચોરની અંકલેશ્વર શહેર પોલીસે કરી ધરપકડ, બંને ચોર પાસેથી 25 મોબાઈલ અને એક 1 લેપટોપ જપ્ત કર્યું.

publive-image

મળતી માહિતી અનુશાર અંકલેશ્વર શહેર પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મહાવીર ટ્રનીગ પાસે ઉભેલા બે શંકાસ્પદ ઇસમની રોકી તપાસ કરતા ઈસમો પાસે રહેલી ગુલાબી કલરની બેગમાંથી 25 નંગ મોબાઈલ અને 1 લેપટોપ મળી આવ્યા હતા. વધુ તપાસમાં પોલીસે તેમની પાસે તમામ વસ્તુના બિલ તથા પુરાવા માગતા તેમની પાસે મળી આવ્યા ન હતા. જેને લઈ અંકલેશ્વર શહેર પોલીસે બંને આરોપીની વધુ તપાસ કરતા આરોપીઓએ અલગ અલગ જગ્યાએથી મોબાઈલ ચોરી કરવાનું કબૂલાત કરતાં જાણવા મળ્યું. આ ચોરીના ગુનાહ હેઠળ બંને આરોપી અમિત ઉર્ફે ઇમલો દામજી વસાવા તથા તેનો સાગરીત મથુર રયજી પરમારની ધડપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Latest Stories