ભરૂચ: ગેલાણી તળાવ નજીક ચોમાસાની ઋતુ પૂર્વે વિદેશી પક્ષીઓનું આગમન,જુઓ મનમોહક દ્રશ્યો

ભરૂચ: ગેલાણી તળાવ નજીક ચોમાસાની ઋતુ પૂર્વે વિદેશી પક્ષીઓનું આગમન,જુઓ મનમોહક દ્રશ્યો
New Update

દર ચોમાસાની ઋતુ પૂર્વે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ઘેલાણી તળાવ ખાતે વિદેશી પક્ષીઓ ના જુથ મોટી માત્રામાં આવી પહોંચતા હોય છે અને સાથે રાષ્ટ્રીય પક્ષી મોર અહીંયા નૃત્ય કરી મેહુલિયાને આવકાર આપતા હોય છે ગેલાણી તળાવ નજીક મોટી માત્રામાં વિદેશી પક્ષીઓ અને રાષ્ટ્રીય પક્ષીઓ જૂથ સાથે આવી પહોંચતા આ પંથકમાં અલભ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે


પક્ષીઓને રહેવા માટે ઠંડા વાતાવરણની જરૂર હોય છે અને ભરૂચ શહેરમાં એવો કોઈ વિસ્તાર હોય તો તે છે પશ્ચિમ વિસ્તારમાં ગેલાણી તળાવ અને આ તળાવની આસપાસ મોટી માત્રામાં વૃક્ષો ઘટાદાર હોય જેના કારણે આ પંથકમાં ઠંડક ભરેલું વાતાવરણ રહેતું હોવાથી દર વર્ષે ચોમાસા પૂર્વે જ સમગ્ર વિશ્વમાંથી પણ પક્ષીઓ આ સ્થળે જૂથ સાથે આવી પહોંચતા હોય છે અને છેલ્લા ૩ દિવસથી આ વિસ્તારમાં વિદેશી પક્ષીઓ  આગમન  થઈ રહ્યું છે મોટી માત્રામાં વિદેશી પક્ષીઓના આગમનના પગલે આ વિસ્તારમાં પક્ષીઓના અવાજથી વાતાવરણ કંઈક અલગ જ ભાષી રહ્યું છે.
આ વિસ્તારમાં માત્ર વિદેશી પક્ષીઓ નહીં પરંતુ રાષ્ટ્રીય પક્ષી મોરના જૂથ પણ મોટી માત્રામાં આવી રહ્યા છે અને આ વિસ્તારમાં રાષ્ટ્રીય પક્ષી મોર કળા  કરી મેહુલિયાને રીઝવવાનો પ્રયાસ કરતા હોય તેવું લાગી રહ્યું છે .સ્થાનિકો વિદેશી પક્ષીઓ અને રાષ્ટ્રીય પક્ષી મોર ચણ પણ આપી રહ્યા છે પરંતુ આ વિસ્તારમાં રાષ્ટ્રીય પક્ષી મોરના નૃત્યથી લોકોમાં પણ એક આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે આ વિસ્તારમાં ચોમાસા પૂર્વે સ્થાનિકોની સવાર રાષ્ટ્રીય પક્ષી મોરના ટહુકાથી થાય છે

#Bharuch #Connect Gujarat #Bird #Gujarati News #Bharuch. Gujarat #Bharuch Gelani Pond #Exotic bird #Peacock dance
Here are a few more articles:
Read the Next Article