ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસના કર્મીઓ શેરપુરા વિસ્તારમાં વાહન ચેકિંગ કરી રહ્યા હતા તે દરમિયાન એકટીવા નંબર gj 16 bp 9460 લઈને આવતા મહંમદ હુસેન ઈમ્તિયાઝ હુસેન બેલીમ રહે.હમઝા પાર્ક શેરપુરાને અટકાવી તપાસ કરતા મોપેડ ચોરીનું હોવાનું બહાર આવ્યું હતું. બી ડિવિઝન પોલીસે આરોપીની વધુ તપાસ કરતા આરોપીના ઘરેથી ચોરીની અન્ય 2 મોપેડ મળી આવી હતી. બી ડિવિઝન પોલીસે આરોપી વિરોધ ગુન્હો નોંધી ત્રણ મોપેડ સહિત 80 હજારથી વધુનો મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે