ભરૂચ : બાવાગોરની દરગાહ ખાતે જાવ છો તો ખિસ્સા સંભાળજો, જુઓ શું બની ઘટના

New Update
ભરૂચ : બાવાગોરની દરગાહ ખાતે જાવ છો તો ખિસ્સા સંભાળજો, જુઓ શું બની ઘટના

ભરૂચ જિલ્લાના ઝગડીયા તાલુકાના બાવાગોર ખાતે આવેલી દરગાહમાં આવતાં શ્રધ્ધાળુઓના ખિસ્સા કાપી ચોરી કરતાં અંકલેશ્વરના યુવાનને પોલીસે ઝડપી પાડયો છે. ઝડપાયેલાં યુવાને અત્યાર સુધીમાં અનેક શ્રધ્ધાળુઓના ખિસ્સા હળવા કરી નાંખ્યાં છે…

ઝઘડીયા તાલુકાના બાવાગોર ખાતે આવેલી દરગાહ ખાતે હિંદુ તથા મુસ્લિમ સમાજના શ્રધ્ધાળુઓ આવતાં હોય છે. ખાસ કરીને ગુરૂવારના રોજ લોકોની ભીડ ઉમટી પડતી હોય છે. દરગાહ ખાતે આવતાં શ્રધ્ધાળુઓના ખિસ્સા કપાતાં હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. જેના સંદર્ભમાં રાજપારડી પોલીસે સાદા ડ્રેસમાં વોચ ગોઠવી હતી. જેમાં પોલીસે એક યુવાનને શંકાના આધારે ઝડપી લીધો હતો. તેણે પોતે અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં રહેતો અનવરહુસેન શેખ હોવાની તથા અત્યાર સુધીમાં અનેક શ્રધ્ધાળુઓના ખિસ્સા કાપ્યાં હોવાની કબુલાત કરી હતી.

Latest Stories