ભરૂચ : કોરોના મહામારીની પરિસ્થિતિને અનુલક્ષી આછોદ PHC સેન્ટર ખાતે યોજાયો બ્લડ ડોનેશન કેમ્પ

New Update
ભરૂચ : કોરોના મહામારીની પરિસ્થિતિને અનુલક્ષી આછોદ PHC સેન્ટર ખાતે યોજાયો બ્લડ ડોનેશન કેમ્પ

હાલ સમગ્ર ભરૂચ જીલ્લામાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે, ત્યારે કપરી પરિસ્થિતિમાં લોકોને બ્લડની ખૂબ જ જરૂર પડતી હોય છે. જોકે, લોકોને વહેલી તકે બ્લડ ન મળવાના કારણે અવનવા બનાવો પણ બનતા રહે છે, ત્યારે જકકુ ગ્રુપ સહિત રેડ ક્રોસ બ્લડ બેન્ક અને સંકલ્પ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આમોદ તાલુકાના આછોદ ગામે PHC સેન્ટર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

publive-image

સમગ્ર રક્તદાન શિબિર દરમ્યાન 51 જેટલા રક્તદાતાઓએ રક્ત દાન કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. રક્તદાન શિબિર દરમ્યાન તમામ સમાજના લોકોએ હર્ષોલ્લાસથી રક્તદાન કરી હાલની પરિસ્થિતિને હળવી બનાવવામાં મદદરૂપ બન્યા હતા. બ્લડ ડોનેશન કેમ્પ દરમ્યાન આમોદ તાલુકા TDO, કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા જકવાન જાલ સહિત યુવા ટીમ, ઇકબાલભાઈ STD અને આછોદ આરોગ્ય કેન્દ્રનો સમગ્ર સ્ટાફ હાજર રહ્યો હતો. સંકલ્પ ફાઉન્ડેશનના ગૌતમ મેહતાએ મદદરૂપ બની સમગ્ર બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવ્યો, જ્યારે રક્તદાન કરનાર તમામ લોકો માટે સંસ્થાઓ દ્વારા જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

Latest Stories