ભરૂચના મલિયાલી વેલ્ફેર એસોસિયેશન દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું
ભરૂચના મલિયાલી વેલ્ફેર એસોસિયેશન દ્વારા જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રક્તદાન શિબિર યોજાઈ હતી. યુનિટી બ્લડ સેન્ટરના સહયોગથી યોજાયેલ રક્તદાન શિબિરમાં આઈ.સી.આઈ.સી.બેંક ભરૂચ અને અન્ય સહયોગી સંસ્થાઓનો સહયોગ સાંભળ્યો હતો આ કેમ્પમાં 100 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. રક્ત દ્વારા માનવજીવન બચાવવાના ઉદ્દેશ્ય સાથે આ કેમ્પનું આયોજન કરાયું હતું. સદર કેમ્પમાં ભરૂચ મલિયાલી વેલ્ફેર એસોસિયેશનના સચિવ અજીત કુમાર અને તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા
