Connect Gujarat
ગુજરાત

ભરૂચમાં બાયપાસ સોસાયટીના રહીશો દ્વારા કરાયો ચક્કાજામ

ભરૂચમાં બાયપાસ સોસાયટીના રહીશો દ્વારા કરાયો ચક્કાજામ
X

રોડની બિસ્માર હાલતથી કંટાળી સ્થાનિકો અને દુકાનદારો દ્વારા કરાયો ચક્કાજામ

જંબુસર બાયપાસ ચોકડી એ ઘણા સમયથી વાહનચાલકો માટે અને આજુબાજુના રહેવાસીઓ માટે એક માથાના દુખાવા સમાન થઈ ગઈ છે.

આ બાયપાસ ચોકડી પર જ્યારે પણ મોટા વાહનો પસાર થાય છે ત્યારે રોડ બિસ્માર હાલતમાં હોય તેની રચના દૂર સ્વરૂપે બની ઉડતી રહેતી હોય છે જેનાથી આજુબાજુ ના રહેશો અને દુકાનદારો કંટાળી ચુક્યા હતા જેથી આજે ત્યાંના સ્થાનિકોએ બાયપાસ ચોકડી ને ચક્કાજામ કરી પોતાનો વિરોધ કર્યો હતો.

ભરૂચ બાયપાસ ચોકડી વાહનોથી હર હંમેશ વ્યસ્ત ચોકડી કહેવામાં આવે છે. આ ચોકડી પરથી દહેજ થી ભરૂચ ભરૂચથી જંબુસર જવાનો મુખ્ય માર્ગ હોય હંમેશા વાહનોથી ઘમઘમતો રોડ અહીંયા જોવા મળે છે અને રસ્તો ખરાબ હોવાથી ઘણી વખત અકસ્માતોનો પણ ભય રહેલો છે. આ બાયપાસ ચોકડી પાસે ઘણી શાળાઓ પણ આવેલી હોય ત્યાંથી પસાર થતા બાળકોને પણ આ અકસ્માતના ભયનો સામનો કરવો પડે છે.

બિસ્માર જંબુસર બાયપાસ રોડ તરફ તંત્રના ઉપેક્ષિત વલણ સામે આજે સ્થનિકોનો વિરોધ કરી ચક્કાજામ કરી પ્રદર્શન કરવામા આવ્યું હતું. આ વિસ્તારની અંદર રોડ ના કારણે ધૂળની ડમરીઓ કુરતી નજરે પડે છે એક નજરે તો જેમ કે સવારે ધુમ્મસભર્યું વાતાવરણ હોય તેવું પરિસ્થિતિનું નિર્માણ થયું છે જે લોકોને સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક સાબિત થઇ રહ્યું છે ઘણી વખત આ વસ્તુ માટે આંદોલન સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છતાં અને ઉપર કોઈપણ નિર્ણય ના આવતા આખરે સ્થાનિકોએ ભરૂચ જંબુસર બાયપાસ ચોકડી પર ચક્કાજામ કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

સ્થાનિકોએ જીઆરડીસી, માર્ગ મકાન વિભાગ, નગરપાલિકા સામે રોષ વ્યક્ત કરી સૂત્રો ઉચ્ચારી હાય હાય બોલાવી હતી. મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ ચક્કાજામ કરી વાહનો થંભાવી દેવામાં આવ્યા હતા અને સ્થાનિક આગેવાનો દ્વારા જણાવ્યું હતું કે, આ પહેલા પણ પ્રશાસનને અનેક વાર લેખિતમાં બિસ્માર રોડ વિષે ફરિયાદો કરવામાં આવી હોવા છતાં હજી સુધી કોઇ નિવેડો આવ્યો નથી.

ભરૂચ કલેક્ટર દ્વારા જી.આર.ડી.સીને લેખિતમાં આ રોડ બનાવવા માટેની માંગ કરાઇ હોવા છતાં આંખ આડા કાન કરવામાં આવ્યા હતા. ત્યારે કલેકટર દ્વારા આ નફ્ફટ અધિકારીઓ ન સાંભળતા હોવાથી સચિવને પત્ર લખવો પડ્યો હતો. સ્થાનિકોનો આક્રોશ છે કે, આ બાયપાસ ચોકડીની આજુબાજુના માર્ગ તાત્કાલિક બનાવવામાં આવે અને લોકોને જે અસુવિધા પડે છે, તકલીફોનો સામનો કરે છે, તેમાંથી મુક્તિ મળે તેવી માંગ પ્રશાસન સામે કરવામાં આવી હતી. સાથે સાથે જો આ કાર્ય ન કરવામાં આવે તો ભવિષ્યમાં માર્ગ મકાન વિભાગ, નગરપાલિકા, જીઆરડીસી કચેરીઓને તાળાબંધી કરવાની પણ ચિમકી આપવામાં આવી હતી.

Next Story