ભરૂચ શહેર ‘સી’ ડિવિઝન પોલીસે સજા વોરંટના કામે લાંબા સમયથી ફરાર આરોપીને ઝડપી પાડી વધુ એક સફળતા મેળવી છે. પોલીસે સોશિયલ મીડિયા ડેટા એનાલિસિસ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીનું ચોક્કસ લોકેશન મેળવી ભરૂચ જીઆઈડીસી વિસ્તારમાંથી તેની ધરપકડ કરી હતી.
ધરપકડ કરાયેલ આરોપીની ઓળખ દીપેનભાઈ મુકેશભાઈ ચોકસી (ઉંમર 33 વર્ષ), રહે. પ્રીતમનગર-1 સોસાયટી, કસક, ભરૂચ તરીકે થઈ છે. ભરૂચની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટના ફોજદારી કેસ નં. 1290/2025માં સજા ફટકારાયા બાદ આરોપી શહેર છોડીને અલગ-અલગ શહેરોમાં નાસતો ફરતો હતો.પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી વિરુદ્ધ નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ 138 હેઠળ ભરૂચ, બલાર્ડ (મુંબઈ), કઠોર (સુરત), વડોદરા અને બોટાદની વિવિધ અદાલતોમાં અનેક કેસો ચાલી રહ્યા છે.
આરોપીને કાયદેસરની કાર્યવાહી બાદ ભરૂચ જિલ્લા જેલ ખાતે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું છે.
