ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ ઝાડેશ્વર ચોકડી પાસે વાહન ચેકીંગમાં હતો.તે દરમિયાન એક બાઈક પર બે ઇસમો આવતા પોલીસે બંને ઇસમોને અટકાવી વાહનના જરૂરી કાગળો માંગતા તેઓએ સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે ઉમેશ દયાળ બગડીયા રીઢો ઘરફોડ ચોર હોઈ તેની પૂછપરછ કરતા તેને ચાવજ ગામેથી બાઈક ચોરી બે અલગ અલગ સોસાયટીમાં ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી.પોલીસ ઉમેશ દયાળ બગડીયા,અનમોલસિંહ જયપ્રકાશ સિંહ અને દિપક સયેન્દ્ર યાદવ પાસેથી 1.71 લાખના મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચ: સી ડિવિઝન પોલીસે વાહન ચેકીંગ દરમિયાન રીઢા ઘરફોડ ચોર સહિત ત્રણ ઇસમોને ઝડપી પાડયા રૂ.1.71 લાખનો મુદ્દામાલ જપ્ત
ભરૂચ સી ડિવિઝન પોલીસે ઉમેશ દયાળ બગડીયા,અનમોલસિંહ જયપ્રકાશ સિંહ અને દિપક સયેન્દ્ર યાદવ પાસેથી 1.71 લાખના મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી ગુજરાત | ભરૂચ | સમાચાર
