/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/03/16182728/maxresdefault-211.jpg)
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચ, અંકલેશ્વર રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના કાર્યકરોએ રક્તદાન કરી સેવા કાર્ય કર્યું હતું.
ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલના જન્મદિવસ નિમિત્તે ભારતીય યુવા મોરચા દ્વારા ભરૂચ, અંકલેશ્વરમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં યુવા કાર્યકરોએ ઉત્સાહભેર ભાગ લઈ રક્તદાન કર્યું હતું. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલનો જે સંકલ્પ છે કે વિધાનસભાની ૧૮૨ સીટ જીતીને સમગ્ર વિધાનસભામાં સંપૂર્ણ બહુમતી ભાજપના સંખ્યાબળ સાથે બિરાજે તેઓ સંકલ્પ પરિપૂર્ણ થાય તે માટે ભરૂચ જિલ્લાની દરેક વિધાનસભામાં ૧૮૨ યુનીટ બ્લડ એકત્ર થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સાથે દરેક વિધાનસભા દીઠ ૧૮૨ લોકોને પ્રધાનમંત્રી સુરક્ષા વીમાનો લાભ મળે એ હેતુથી આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ બ્લડ ડોનેશન કેમ્પમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા, મહામંત્રી નીરલ પટેલ ભરૂચ યુવા મોરચાના ઋષભ પટેલ, નીલેશ રાણા ઉપસ્થિત રહ્યા હતા.
આવી જ રીતે અંકલેશ્વરમાં પણ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલના જન્મ દિવસ નિમિત્તે સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. યુવા ભાજપ દ્વારા કુમાર પાળ બ્લડ બેન્ક ખાતે રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના કાર્યકરોએ રક્તદાન થકી સેવા કારી કર્યું હતું અને સી. આર.પાટિલના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે ભરુચ જિલ્લા યુવા ભાજપના પ્રમુખ સુરેશ પટેલ,તુષાર પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.