-
આજે રંગ જયંતિની ઉજવણી
-
ભરૂચમાં રંગ અવધૂત જયંતીની ઉજવણી
-
જન્મજયંતી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા
-
પાદુકા પૂજન સહિતના કાર્યક્રમોનું આયોજન
-
મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા
ભરુચના નવાડેરા સ્થિત દત્ત મંદિર ખાતે રંગ અવધૂત મહારાજની જન્મ જયંતીની ઉજવણી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતું
ભરુચના નવાડેરા સ્થિત દત્ત મંદિર ખાતે નારેશ્વરનાનાથ રંગ અવધૂત મહારાજની જન્મ જયંતિની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી.પૂજ્ય રંગ અવધૂત મહારાજની જન્મજયંતિ નિમિત્તે નવાડેરા દત્ત મંદિર ખાતે વહેલી સવારથી જ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પ્રભાતફેરી, મંગળા આરતી,દિવ્ય પાદુકા પૂજન,મહાપ્રસાદી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો
