અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ ભરૂચના બુટલેગરને ભરુચ એલસીબીએ ઝડપી પાડ્યો હતો
ભરૂચ એલ.સી.બી.એ અંકલેશ્વર શહેરના ભાંગવાડમાં રહેતી લક્ષ્મીબહેન અરવિંદભાઇ વસાવાના ઘર અને કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી કુલ 1.80 લાખના મુદ્દામાલ સાથે પ્રશાંત ભરતભાઇ પટેલ અને લક્ષ્મીબહેન વસાવા, મનીષાબહેન વસાવાને ઝડપી પાડી હતી જ્યારે ભરૂચના જિગ્નેશ ચાવડાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી તે દરમિયાન એલસીબીએ અયોધ્યાનગર સોસાયટીના રહેતો બુટલેગર જીગ્નેશ નીરંજનભાઇ ચાવડાને ઝડપી પાડી તેને ભરુચ એ ડિવિઝન પોલીસને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે.
