/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/12/WhatsApp-Image-2018-12-29-at-11.15.07-AM-1.jpeg)
આમોદ તાલુકાનાં કેરવાડા ગામે દાતાઓનાં સહયોગથી પુસ્તકલાયની શરૂઆત કરવામાં આવી
ભરૂચ જિલ્લાનાં આમોદ તાલુકાના કેરવાડા ગામે આજરોજ પુસ્તકલાયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ગાંધીજીએ મીઠા માટે કરેલા સત્યાગ્રહ દરમિયાન દાંડી યાત્રા વખતે આ ગામમાંથી પસાર થયા હતા. અને એક સમયે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રહી ચૂકેલા ગામના ઠાકોર સ્વ.માનસિંહજી ભાસાહેબ રાણાનાં ગામમાં આ પુસ્તકાલય શરૂ કરવામાં આવ્યું છે.
ગામમાં કન્યા કેળવણીને પ્રાધાન્ય આપતાં વિચારધારકો તથા ગામનાં દાતાઓનાં સહયોગથી એખ પુસ્તકાલય બનાવવાનો વિચાર પ્રગટ થયો. જેને પરિપૂર્ણ કરવામાં આવતાં આજરોજ તેનો ઉદ્ઘાટન પ્રસંગ યોજાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત ભરુચ જિલ્લા શિક્ષણાધિકારી, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનાં પૂર્વ ચાન્સેલર, આમોદ તાલુકા પંચાયત પ્રમુખ, રાષ્ટ્રિય કિસાન વિકાસ સંઘના અધ્યક્ષ, ગામના સરપંચ, પૂર્વ સરપંચો, પુસ્તકલાયના ફાઉન્ડર, ગામના આગેવાનો, ભાઈઓ અને બહેનોની હાજરીમાં પુસ્તકલાય ખુલ્લું મુકવામાં આવ્યું.