Top
Connect Gujarat

ભરૂચ : અન્ય જિલ્લામાંથી આવનાર તમામ પ્રાથમિક શિક્ષકોને અપાયો મીઠો આવકાર, એક તરફી જિલ્લા ફેર બદલી કેમ્પ યોજાયો

ભરૂચ : અન્ય જિલ્લામાંથી આવનાર તમામ પ્રાથમિક શિક્ષકોને અપાયો મીઠો આવકાર, એક તરફી જિલ્લા ફેર બદલી કેમ્પ યોજાયો
X

ભરૂચ જિલ્લામાં અન્ય જિલ્લામાંથી બદલીથી આવનાર પ્રાથમિક શિક્ષકો માટેનો એક તરફી જિલ્લા ફેર બદલી કેમ્પ યોજાયો હતો. જેમાં ભરૂચ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન અલ્પેશ વસાવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. એન.ડી.પટેલના આગોતરા આયોજન અને વહીવટી સુઝબુઝના ભાગરૂપે અગાઉથી સિનિયોરિટી યાદી તેમજ ખાલી જગ્યાનું લીસ્ટ બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં કોઈપણ શિક્ષકને કોઈ પ્રશ્ન હોય તો વાંધા અરજી લઈ નિયમ મુજબ તાત્કાલિક ધોરણે પ્રશ્નોને હલ કરવા માટે સફળ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગત તા. 03/06/2021ના રોજ ખૂબ જ સરળતાથી પારદર્શક, સ્વરછ અને શાંત વાતાવરણમાં કોઈપણ વિવાદ વિના સુચારુ આયોજન કરી સફળતાપૂર્વક કેમ્પ પૂર્ણ કરનાર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. એન.ડી.પટેલ તથા સમગ્ર ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તો સાથે જ અન્ય જિલ્લામાંથી ભરૂચ જિલ્લામાં બદલીથી આવનાર તમામ શિક્ષકોને ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શુભેચ્છાઓ પાઠવી મીઠો આવકાર આપવામાં આવ્યો છે.

Next Story
Share it