ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૬નો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે અન્વયે ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ગૌરાંગ મકવાણાના નેતૃત્વ હેઠળ સમગ્ર વહીવટી તંત્ર ચૂંટણીલક્ષી તૈયારીઓમાં જોડાયું છે.
ચૂંટણી પ્રક્રિયા હેઠળ ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા હાલ કાર્યરત છે. ઈચ્છુક ઉમેદવારો આગામી તા. ૧૧મી એપ્રિલ, ૨૦૨૬ સુધીમાં સંબંધિત કચેરી ખાતે પોતાના નામાંકન પત્રો રજૂ કરી શકશે. આજે ૯ મી એપ્રિલ ૨૦૨૬ને ગુરુવારે ભરૂચ જિલ્લાની ૪ નગરપાલિકાઓમાં પૈકી અંકલેશ્વર નગરપાલિકા ખાતે ૪ નામાંકનપત્રો, જંબુસર નગરપાલિકા ખાતે ૩ નાંમાકનપત્રો મળી કુલ ૦૭ જેટલી બેઠક ઉપર નામાંકનપત્રો ભરાયા હતા.જિલ્લા પંચાયતની કુલ ૩૪ બેઠક પૈકી આજરોજ ૮ બેઠકો પર ઉમેદવારી ફોર્મ ભરાયાં હતા. જેમાં બેઠકવાર વાત કરીએ તો, ભરૂચ તાલુકામાં ૦૨, ઝઘડીયા તાલુકામાં ૦૨, જંબુસર તાલુકામાં ૦૧, અને આમોદ તાલુકામાં ૦૨, અને નેત્રંગ તાલુકામાં ૦૧ જિલ્લા પંચાયતની બેઠક પર નાંમાકનપત્રો ભરાંયા હતા.
તાલુકાવાર સ્થિતિ જોતા, જિલ્લાની વિવિધ તાલુકા પંચાયતોની કુલ ૧૮૨ બેઠકો પૈકી કુલ ૪૩ જેટલી બેઠક પર નાંમાકન ફોર્મ ભરાયા હતા. જ્યાં આમોદ તાલુકામાં ૧૩, વાગરા ખાતે ૦૯, જંબુસર ૦૮, નેત્રંગ તાલુકામાં ૦૬, ઝઘડીયા તાલુકામાં ૦૫ અને ભરૂચ તાલુકામાં ૦૧ અને વાલિયા તાલુકામાં ૧ કુલ તાલુકાપંચાયતની ૪૩ બેઠકો પર નામાંકનપત્રો ભરાયાં હતા.
