/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/maxresdefault-74.jpg)
ભરૂચના ઝાડેશ્વર ગામ ખાતે આવેલ સાંઈ મંદિર પાસે તળાવને અડીને એક ભિક્ષુકનો મૃતદેહ છેલ્લા પાંચ કલાક થી રઝળતી હાલત માં પડી રહ્યો હતો. પણ માનવતા જાણે મરી પરવારી હોઈ તેમ જ્યાં ભિખારીનો મૃતદેહ રજળતો રહ્યો ત્યાં રાહદારીઓ અને વાહન ચાલકોથી ઘમઘમતો રહે છે. ત્યાં લોકો ગાડીઓ ચલાવતા શીખવા માટે આવે છે.
પણ એ કોઈએ પણ એની ચિંતા ન કરી પણ એક સ્વાન કે જેણે જેને રોટલો ખવડાવેલ તેના માલીકના મૃતદેહ પાસે થી જરા પણ આઘો પાછો ન થયો અને કોઈ તેના માલિક ના મૃતદેહ પાસે જાય તો અને કોઈ ને અડવા પણ ન દેતો અને તેને દુર ભગાડવા ભસતો બાદમાં જ્યારે પોલીસ આવી ત્યાર પછી જ એ એના માલીકના મૃતદેહ પાસે થી આ શ્વાન ઉભો થઈ આગળ બીજી જગ્યાએ બેસી શું કરે છે તે જોતો રહ્યો. આજે જ્યારે માણસ ની માણસ ને નથી પડી ત્યારે આ એક મૂંગા જાનવરે તેના માલીક પ્રત્યે ની વફાદારી બતાવી રોટલાનું રૂણ અદા કર્યું.