/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/29113603/WhatsApp-Image-2020-09-29-at-10.23.35-AM.jpeg)
ભરૂચ જિલ્લાના નેત્રંગથી રાજપીપળાને જોડતા રસ્તા ઉપર બે-બે ફુટ ઉંડા ખાડાથી બચવા માટે વાહનચાલકોએ ટ્રેક્ટરના ટાયર મુક્યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકાની સીમમાંથી પસાર થતાં અંકલેશ્વર-બુરહાનપુર અને અંબાજી-ઉમરગામ બંને રાષ્ટ્રીય ધોરીમાર્ગનું વરસાદી પાણીના કારણે ભારે ધોવાણ થયું છે,જેમાં મુખ્યત્વે નેત્રંગથી રાજપીપળાને જોડતા રસ્તા ઉપર બે-બે ફુટ જેટલા ઉંડા ખાડા પડી ગયા છે,આ રસ્તા ઉપર એકમાત્ર સીએનજી પંપ આવેલ હોવાથી ગેસ ભરાવા જાય છે. વિશ્વની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલ હોવાથી દ.ગુજરાતમાંથી વાહનચાલકો હજારોની સંખ્યામાં રાતદિવસ પસાર થાય છે. વરસાદી પાણીથી ભારે ધોવાણ અનેે બે-બે ફુટ ઉંડા ખાડા પડતા મામુલી ગફલતના કારણે રોજેરોજ અકસ્માતો સજૉતા વાહનચાલકોના હાડકા ભાંગતા જીવના જોખમે પસાસ થવા મજબુર બન્યા છે. પરંતુ કમનસીબે માગૅ-મકાન વિભાગના જવાબદાર અધિકારીઓને રસ્તાના ખાડા પુરવામાં રસ નથી. તેવા સંજોગોમાં રસ્તામાં પડેલા ખાડાથી બચવા વાહનચાલકો-સ્થાનિક રહીશોએ ટ્રેક્ટરના ટાયર મુકવાની ફરજ પડી છે.
મસમોટા ખાડા પડવાથી હકીકી ગુણવત્તાના મટીરીયલનો ઉપયોગ કરીને રસ્તાના નિમૉણની કામગીરીમાં ભ્રષ્ટાચારના અહેવાલ મળ્યા છે. જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક હાથે કાયૅવાહીની સખત જરૂરીયાત જણાઇ રહી છે. અને તાત્કાલિક ધોરણે માગૅ-મકાન વિભાગના જવાબદાર અધિકારીઓ કુંભકર્ણની નિદ્રા અવસ્થામાંથી જાગી રસ્તામાં પડેલા ખાડાને પુરીને સમારકામ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.