-
ભરૂચ સબજેલમાં સજા ભોગવી રહ્યો હતો કેદી
-
26 વર્ષથી આજીવન કેદની સજા કાપી રહ્યો હતો
-
કેદીની થઈ વહેલી જેલ મુક્તિ
-
પરિવારજનો સાથે લાગણી સભર દ્રશ્યો સર્જાયા
-
વર્ષ 1986માં નોંધાયો હતો ગુનો
ભરૂચ જિલ્લા સબજેલમાં છેલ્લા 26 વર્ષથી આજીવન કેદની સજા ભોગવી રહેલ કેદીને વહેલો જેલ મુક્ત કરાતા જેલ બહાર પરિવારજનો સાથે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા
ભરૂચ જિલ્લામાંથી મહત્વપૂર્ણ ઘટના સામે આવી છે. હિમાચલ પ્રદેશમાં આર્મીમાં ફરજ દરમિયાન વર્ષ ૧૯૮૬માં નોંધાયેલા ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કાસુભાઇ ભલાભાઇ હઠીલાનાને વહેલી જેલમુક્તિ આપવામાં આવી છે.નામદાર એડી. સેસન્સ કોર્ટ, કાંગરા ધરમશાળા, હિમાચલ પ્રદેશ દ્વારા IPC 460 અને 34 હેઠળ આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી ત્યારથી તેઓ ભરૂચ જિલ્લા જેલમાં છેલ્લા ૨૬ વર્ષથી સજા ભોગવી રહ્યા હતા.
સરકારના નિયમો મુજબ અને બી.એન.એસ.એસ. કલમ 473 હેઠળ કાસુભાઇ હઠીલાનાને વહેલી મુક્તિ માટે પાત્ર ગણવામાં આવતા, ભરૂચ જેલ અધિક્ષકે તમામ સંબંધિત અધિકારીઓના અભિપ્રાય મેળવી કેસ ડી.જી. પ્રિઝન, સિમલા હિમાચલ પ્રદેશ ખાતે મોકલ્યો હતો ત્યારબાદ જેલ સલાહકાર સમિતિની બેઠકમાં સકારાત્મક અભિપ્રાય મળતા હિમાચલ પ્રદેશ સરકારના ગૃહવિભાગ દ્વારા બાકી સજા માફ કરી શરતોને આધિન વહેલી મુક્તિનો આદેશ આપવામાં આવ્યો.આદેશ અનુસાર ઇન્ચાર્જ અધિક્ષક એન.પી. રાઠોડ દ્વારા કાસુભાઇ હઠીલાનાને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા.જેલમાંથી બહાર આવતા જ પરિવારજનો સાથે તેમની ભાવુક મુલાકાત થઈ હતી. પરિવારજનોમાં આનંદનો માહોલ જોવા મળ્યો અને સારા તથા ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી
