ભરૂચ : જાણો, કસક ગરનાળું વાહનચાલકો માટે ક્યાં દિવસે બંધ રહેશે..!

New Update
ભરૂચ : જાણો, કસક ગરનાળું વાહનચાલકો માટે ક્યાં દિવસે બંધ રહેશે..!

ભરૂચ શહેરના કસક રેલ્વે ક્રોસિંગ બ્રિજના અગત્યના સમારકામ અર્થે એક દિવસ માટે કસક ગરનાળું બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

publive-image

વેસ્ટર્ન રેલ્વે સિનિયર ડિવિઝનલ એન્જિનિયર, વડોદરા વિભાગની રજૂઆત મુજબ ભરૂચ શહેરના કસક રેલ્વે ક્રોસિંગ બ્રિજના અગત્યના સમારકામ અર્થે તા. 3જી સપ્ટેમ્બર 2020ના રોજ સંપૂર્ણ એક દિવસ માટે કસક ગરનાળું વાહનોની અવરજવર માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ભરૂચ શહેરના ઝાડેશ્વર અને મક્તમપુરથી રેલ્વે સ્ટેશન રોડને જોડતા મુખ્ય માર્ગ પર આવેલા કસક ગરનાળાને સમારકામ અર્થે એક દિવસ બંધ રખાતા વૈકલ્પિક રસ્તા તરીકે (1) પાંચબત્તી સર્કલથી શક્તિનાથ સર્કલ થઈ કોર્ટ રોડથી સીધા ભૃગુઋષિ બ્રિજ થઈ શીતલ સર્કલ અને એબીસી સર્કલ તરફનો રૂટ, (2) રેલ્વે સ્ટેશન સર્કલથી કસક તથા ઝાડેશ્વર જવા માટે ભૃગુઋષિ બ્રિજ થઈ કોલેજ રોડ થઈ શીતલ સર્કલ થઈ ઝાડેશ્વર તરફનો રૂટ, (3) કસક સર્કલથી શીતલ સર્કલ થઈ કોલેજ રોડ થઈ ભૃગુઋષિ બ્રિજથી પોલીટેક્નિક સ્કૂલથી રેલ્વે સ્ટેશન સર્કલ તરફ જવા વાહનચાલકો માટે ડાયવર્ઝન રૂટ આપવામાં આવ્યો છે.

Latest Stories