/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/21181255/cvv.jpg)
રાષ્ટ્ર વંદના મંચના બેનર હેઠળ ભૂતપૂર્વ ડી.આઈ.જી. વણઝારાએ ભરૂચની શુભેચ્છા મુલાકાત લઈ કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું. રાષ્ટ્ર વંદના મંચના બેનર હેઠળ ભરૂચના ભોલાવ સર્કિટ હાઉસ ખાતે કોરોના સંક્રમણને ધ્યાને લઇ સોશીયલ ડિસ્ટનસીસની જાળવણી અને સેનિટાઈઝરની વ્યવસ્થા સાથે કાર્યકરો સાથે ભરૂચ ભોલાવ સર્કિટ હાઉસમાં પૂર્વ ડી.આઈ.જી વણઝારાએ શુભેચ્છા મુલાકાત લીધી હતી.
આ પ્રસંગે રાષ્ટ્ર વંદના મંચના મુખ્ય સ્થાપક ડી. જી. વણઝારા તેમજ દક્ષિણ ગુજરાતના કન્વીનર પ્રવીણ ભાલાલા તથા ભરૂચ જિલ્લાના પ્રમુખ ભાવસિંહજી ગોહિલ તથા નર્મદા જિલ્લા ના પ્રમુખ નિલેશભાઈ તડવી ઉપસ્થિત રહ્યા હતા.
રાષ્ટ્રવંદના મંચ એક ગુજરાત લેવલનું સંગઠન છે જેમાં તેવોએ સામાજિક અને લોક તેમજ રાષ્ટ્રીય હિત માટે જાગૃતિ આવે એવી ઉત્સાહ જનક ઉદબોધન કરી જિલ્લાની કમિટી બનાવવા જણાવ્યું હતુ.