રાજયના આ શહેરમાં પ્રથમ વખત કરાયું જવમાંથી બનેલી જયુટ બેગનું વિતરણ

New Update
રાજયના આ શહેરમાં પ્રથમ વખત કરાયું જવમાંથી બનેલી જયુટ બેગનું વિતરણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની પ્રજાને સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર ભાર મુકયો છે ત્યારે ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં જવમાંથી બનેલી જયુટ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું.

સામા્ન્યત: લોકો ખરીદી માટે કાપડ કે કાગળની બેગ લઇને જતાં નહિ હોવાથી પ્લાસ્ટિકની બેગનો વપરાશ વધી રહયો છે. પ્લાસ્ટિકની બેગ ગમે ત્યાં નાંખી દેવામાં આવે ત્યારે આ બેગ યેનકેન પ્રકારે પશુઓના શરીરમાં જતી રહેતી હોય છે. આવી ઘટનાઓ રોકવા માટે ગેઇલ ઇન્ડીયા કંપની તરફથી જવમાંથી બનેલી જયુટ બેગનું વિતરણ કરવામાં આવી રહયું છે. જ્યૂટ બેગ જવમાંથી બનાવામાં આવતી બેગ પર્યાવરણ ને જાળવણી માં અને કુદરતી વાતાવરણમાં ભળી જઈઅ વાતાવરણ ને નુકશાન કરતી નથી. શહેરના શકિતનાથ અને તુલસીધામ વિસ્તારમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ધારાસભ્ય દુષ્યંત પટેલ, ગેેઇલ કંપનીના એસ. કે. મુશલગારકર, નગરપાલિકાના મુખ્ય અધિકારી સંજય સોની સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહયાં હતાં.

Latest Stories