ભરૂચ : ગોલ્ડનબ્રિજથી ગડખોલ પાટીયા સુધીના 4 કીમીમાં બનશે ગ્રીન બેલ્ટ

New Update
ભરૂચ : ગોલ્ડનબ્રિજથી ગડખોલ પાટીયા સુધીના 4 કીમીમાં બનશે ગ્રીન બેલ્ટ

ભરૂચ જિલ્લામાં ઉદ્યોગોની સંખ્યા વધારે હોવાથી પર્યાવરણના જતન માટે વધુમાં વધુ વૃક્ષોની જરૂરીયાત છે. વિવિધ સેવાભાવી સંસ્થાઓ તથા વહીવટીતંત્રના સહયોગથી જુના નેશનલ હાઇવે પર ગ્રીન બેલ્ટ વિકસાવાશે જેની કામગીરીનો મંગળવારના રોજથી પ્રારંભ કરાયો…

ભરૂચ સીટીઝન કાઉન્સિલ, સામાજીક વનીકરણ વિભાગ અને અન્ય સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વરના ગડખોલ પાટીયાથી ગોલ્ડન બ્રિજ સુધીના રેલવે લાઇન અને જૂના નેશનલ હાઇવે વચ્ચેના પટ્ટાને ગ્રીન બેલ્ટ બનાવવાના પ્રોજેકટ 'રેવા અરણ્ય' ના પ્રથમ તબક્કાનો પ્રારંભ કરાયો છે. આ પ્રયાસ થકી જિલ્લામાં વૃક્ષોની સંખ્યા વધારવાનો પ્રયાસ કરવામાં આવશે. ગોલ્ડનબ્રિજથી ગડખોલ પાટીયા સુધીના ચાર કીમીના વિસ્તારમાં ગ્રીન બેલ્ટ વિકસાવવામાં આવશે. મંગળવારના રોજ યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા કલેકટર એમ.ડી. મોડિયા, અંકલેશ્વરના એસડીએમ રમેશ ભગોરા, ભરૂચ સીટીઝન કાઉન્સીલના પ્રમુખ જીવરાજ પટેલ, કમલેશ ઉદાણી સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ તેમજ ઉદ્યોગકારો અને સેવાભાવી સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહયાં હતાં.

Latest Stories