ઝઘડીયા તાલુકાના રાજપારડી ખાતે આયોજન કરાયું

BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરમાં સત્સંગનું આયોજન

ભવ્ય કીર્તન આરાધના કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું

અનિર્દેશ સ્વામીએ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવ્યા

મોટી સંખ્યામાં ક્ષેત્રના સત્સંગી હરિભક્તો ઉપસ્થિત રહ્યા

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી સ્થિત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય કીર્તન આરાધના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી સ્થિત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય કીર્તન આરાધના કાર્યક્રમમાં ગામના આગેવાન ભરત પટેલના દિકરા યશ પટેલે ફાર્મસીનો અભ્યાસ પૂર્ણ કર્યો છે.. 

આ અભ્યાસ પૂર્ણ કરી તેઓ સંસાર ત્યાગી BAPS સંસ્થામાં પ.પૂ. મહંતસ્વામી મહારાજના સાનિધ્યમાં સાધુ થવા જઈ રહ્યા છેત્યારે તોઓની વિદાય નિમિત્તે સારંગપુરથી સંગીતજ્ઞ સંતો દ્વારા કિર્તન આરાધના કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ઝાડેશ્વર BAPS સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી અનિર્દેશ સ્વામીએ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રાજપારડી ક્ષેત્રના સત્સંગી હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.