ભરૂચ જિલ્લામાં મેઘરાજાની પુન: એન્ટ્રીથી ગણેશ આયોજકોમાં દોડધામ

New Update
ભરૂચ જિલ્લામાં મેઘરાજાની પુન: એન્ટ્રીથી ગણેશ આયોજકોમાં દોડધામ

ગણેશ મહોત્સવના પ્રારંભની સાથે મેઘરાજાની પણ એન્ટ્રી થતાં ગણેશ આયોજકોમાં દોડધામ જોવા મળી રહી છે. લાબા સમયના વિરામ બાદ ફરીથી ચોમાસાની જમાવટ થઇ છે. વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં.

ભરૂચ જિલ્લામાં લાબા સમયના વિરામ બાદ ફરીથી મેઘરાજાએ મન મુકીને વરસવાની શરૂઆત કરી છે. એક તરફ ગણેશ મહોત્સવની શરૂઆત થઇ છે તેની સાથે વરસાદની શરૂઆત થતાં ગણેશ આયોજકોમાં દોડધામ મચી છે. બુધવારે સવારથી ભરૂચ અને અંકલેશ્વરમાં વરસાદ વરસવાની શરૂઆત થઇ હતી. વરસાદના પગલે શહેરોના નીચાણવાળા વિસ્તારો અને માર્ગો પર પાણીનો ભરાવો થતાં વાહનચાલકો તથા રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. બીજી તરફ ભરૂચ અને સુરત વચ્ચે ભારે વરસાદના પગલે ટ્રેન વ્યવહાર પર અસર પહોંચી હતી. ટ્રેનો મોડી દોડી રહી હોવાથી મુસાફરો પણ અટવાયાં હતાં. વરસાદના પગલે ગણેશ મહોત્સવની મજા બગડે તેવા પણ સંજોગો ઉભા થયાં છે.

Latest Stories