ભરૂચ : નર્મદા એપાર્ટમેન્ટના આવાસો બન્યા જર્જરીત, લોકો રહે છે જીવના જોખમે

New Update
ભરૂચ : નર્મદા એપાર્ટમેન્ટના આવાસો બન્યા જર્જરીત, લોકો રહે છે જીવના જોખમે

ભરૂચની જુની મામલતદાર કચેરી સામે આવેલાં નર્મદા એપાર્ટમેન્ટના આવાસો જર્જરીત બની ગયાં હોવા છતાં લોકો તેમાં જીવના જોખમે રહી રહયાં છે. અગાઉ મકાનો ખાલી કરવાની નોટીસ બાદ હવે પાલિકાએ તેમને નળ જોડાણો કાપી નાંખવા સંદર્ભની નોટીસ આપી છે. 

ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વર્ષો પહેલાં નર્મદા એપાર્ટમેન્ટનું નિર્માણ કરવામાં આવ્યું હતું. હાલમાં મોટા ભાગના આવાસો જર્જરીત બની ગયાં છે. કેટલાય મકાનોમાં છતના સળિયા બહાર દેખાય રહયાં છે. નગરપાલિકાએ કરાવેલાં સર્વેમાં પણ નર્મદા એપાર્ટમેન્ટના મકાનો રહેવાલાયક નહિ હોવાનું બહાર આવ્યું હતું. નર્મદા એપાર્ટમેન્ટના રહીશોને અગાઉ તેમના મકાનો ખાલી કરી દેવા નોટીસ આપવામાં આવી હતી પણ નગરપાલિકા રહેવા માટે વૈકલ્પિક જગ્યાની ફાળવણી કરવામાં આવે તેવી માંગ કરી રહયાં છે. હાલ ચોમાસું ચાલી રહયું હોવાથી દુઘર્ટના બનવાની શકયતાઓ નકારી શકાય તેમ નથી ત્યારે પાલિકાએ રહીશો વહેલી તકે મકાનો ખાલી કરી દે તે હેતુથી મકાનોના નળ જોડાણો આગામી દિવસોમાં કાપી નાંખવામાં આવશે તેવી બીજી નોટીસ ફટકારી છે.

Latest Stories